"મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ દોડી કરીએ રમઝાન ઈદ સ્નેહે સન્માન કે મારા …આંગણાના થાજો મહેમાન."

;LPVFZP;LP SFJL VF5 ;F{G]\ CFlN"S :JFUT SZ[ K[P

જાણવાજેવું

 પ્રાણીઓ વિશે અજબ-ગજબની વાતો

**ઓસ્ટ્રેલીયામાં માણસો કરતાં કાંગારૂની સંખ્યા વધારે છે.
**જિરાફએ વિશ્વનું ઉચામાં ઉચું પ્રાણી ગણાય છે.
**જિરાફને ૨૧ ઈચ લાંબી જીભ હોય છે.
**પોતાની જીભ વડે એ કાન સાફ કરે છે.
**શેડો બર્ડ નામનું પંખી ત્રણા માળાનો માળો બાંધે છે.
**પહેલો માળ બચ્ચા માટે, બીજો માળ ખોરાક માટે, ત્રીજો માળ નર માદા ચોકી કરે.
**હાથી ત્રણા માઈલ દૂરથી પાણીની ગંધ પારખી શકે છે.

શાર્ક માછલી (બાસ્કીંગ)

દરિયાઈ પ્રાણીઓમાં શાર્ક એ સૌથી ભયંકર માછલી છે શાર્ક માછલી કદમાં પણા મોટી છે. જો કે શાર્ક અનેક જાતની જોવા મળે છે, બાસ્કીંગ શાર્ક તેના વિકરાળ જડબાને કારણ જૂદી તરી આવે છે. ભૂરા રંગની બાસ્કીગ ૬થી ૮ મીટર લાંબી હોય છે. પેસીફીક અને એટલાન્ટીક સમુદ્રમાં તે જોવા મળે છે. પાણીની સપાટી ઉપર રેહવાનું એ વધારે પસંદ કરે છે. ધીમી ગતીએ તરે છે. ૧૦૦ દાંતનું વિકરાળ જડબું એ અની વિશેષતા છે. તે કલાકના લાખો લીટર પાણી પીએ છે અને ચૂઈ વાટે બહાર કાઢે છે. આ ચૂઈમાં ૫૦૦૦ જેટલી જીભ છે.તે હંમેશા બે કે ત્રણાના સમૂહમાં સાથે રહે છે તેમનાં બચ્ચાંનું કદ પણ બે મીટર લાબું હોયછે.

પ્રાણી જગત

*ખૂંધવાળા ઊટની કરોડરજ્જુ સાવ સીધી હોય છે.
*કેટલફીશ નામની માછલીને ત્રણ હૃદય હોય છે.
* કસારીના કાન તેના પાછલા પગના ઘૂટણામાં હોય છે.
*વિશ્વનું સૌથી વધુ ઝેરી પ્રાણી પોઈઝન એરો ફ્રોગ નામના દેડકા છે.
*ઓકટોપસની આંખની કીકી ચોરસ હોય છે.
*હમીંગ બર્ડની પાંખ સેકંડમાં ૯૦ વખત ફરકે છે.
*નાનકડું હમીંગ બર્ડ વટાણાના દાણા જેવડાં ઈંડા મૂકે છે.
*શિકાર કરવા માટે સિંહ કલાકના ૮૦ કિલોમીટરની ઝડપે દોડે છે.

છીંક શા માટે?

શ્વાસ વાટે બહારની હવા લેવાનું કામ કરતું આપણા નાકની અંદરની સપાટી ઉપર સુક્ષ્મ રુંવાટી હોય છે કે જેથી બહારથી આવતી હવામાં રહેલા રજકણરૂપી અશુધ્ધઓ ગળાઈ જાય અને ફેફસામાં જાય નહીં, શ્વાસમાં ક્યારેક ત્રીવ્રગંધ, પ્રવાહી કે મોટી રજકણ જાય ત્યારે આ રૂવાટીમાં સળવળાટ થઈ તે વસ્તુંને તાત્કાલિક બહાર ધકેલી દેવા માટે છીંક આવે છે, આમ છીંક એ આપણાં આરોગ્યનું રક્ષણ કરતી ક્રિયા છે. ક્યારેક શરદીને કારણે વારંવાર છીંકો આવે છે તેનું કારણ પણ નાકમાંથી અનીચ્છ્નીય દ્રવ્યો બહાર ધકેલવાનું છે. છીંક ખાધા પછી શ્વાસનમાર્ગ ખુલ્લો થઈ સરળતાથી શ્વાસ લઈ શકાય,

 

કીડી વિશે થોડી વાત

૧,કીડી પૃથ્વી ઉપરનું ખૂબજ પુરાતન કિટક છે. ડાયનાસૉરના કાળામાં પણ પૃથ્વી પર કીડીઓ હતી.
૨,કીડીની હજાર કરતાંય વધુ જાત જોવા મળે છે.
૩,કીડીને ગરમ વાતાવરણ અનુકૂળ આવે છે.
૪,કીડીઓ વસાહત બનાવીને રહે છે. એક વસાહતમાં લાખો કીડી રહે છે.
૫,કીડીઓની વસાહતમાં એક રાણી કીડી અને બીજી ખોરાક શોધી લાવનાર મજુર કીડીઓ હોય છે.
૬,રાણી કીડી માત્ર ઈંડા મુકવાનું કામ કરેછે.
૭,કીડીઓ પોતાના રસ્તા પર ખાસ પ્રકારની ગંધ છોડતી જાયછે,તેથી અન્ય કીડીઓ એ ગંધથી રસ્તો શોધે છે.
૮, આર્મિએન્ટ નામની કીડી અંધ હોયછે, તેનો ડ્ંખ ઝેરી હોયછે.
૯,કીડી ખૂબજ શીસ્તબધ્ધ હોય છે, ખોરાક એકઠી કરતી વખતે કીડી તે ખોરાક ખાતી નથી

 

ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદ વિશે

* જન્મ : ૧૨/૦૧/૧૮૬૩ સંવત ૧૯૧૯ પોષવદ સાતમ, સોમવાર, મકરસંક્રાંતિના પવિત્ર પર્વે
* જન્મસ્થળ : કોલકાતાના સિમુલિયા (સિમલા) પરગણામાં
* માતાનું નામ : ભુવનેશ્વરીદેવી
* પિતાનું નામ : વિશ્વનાથ દત્ત
* પિતાનો વ્યવસાય : વકીલાત
* મૂળનામ : નરેન્દ્રનાથ
* લાડકું નામ : બિલે
* બાળપણમાં નરેન્દ્રના તોફાનો :
- બહેનોને ચીઢવવી
- થાળી – વાટકા ફેંકવા
- પ્યાલા – રકાબી ફોડી નાખવા
- માતાના ઠપકાને ન ગણકારવો
- ઘરની સામગ્રીને બહાર ફેંકી દેવી
* નરેન્દ્રને શાંત કરવાનો ઉપાય : માતા તેના માથા પર ઠંડાપાણીના થોડા ઘડાઓ ઠાલવી દેતાં અને શિવ શિવ બોલ્યે જતાં અને થોડીવારમાં નરેન્દ્ર એકદમ ડાહ્યોડમરો બની જતો.
* ગમતી રમતો : દોડવું, કૂદવું, મુક્કાબાજી, લખોટા અને ગેડીદડે રમવું, ઝાડ ઉપર ચઢઊતર કરવી, રાજા – રાજાની રમત રમવી અને સૌથી પ્રિય રમત ધ્યાનમાં બેસવું.
* સ્વભાવ : નરેન્દ્ર પ્રેમાળ, દયાળું અને ભલો હતો. હરહંમેશ બીજા લોકોને મદદ કરવી તે તેનો સ્વભાવ હતો.
* અભ્યાસ : બી.એ. (પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટિશ ચર્ચ કોલેજ)
* સંગીતની તાલીમ : ચાર – પાંચ વર્ષ સુધી અહમદખાન અને વેણીગુપ્ત નામના પ્રસિદ્ધ સંગીતકારો પાસેથી પદ્ધતિસરની સંગીતની તાલીમ મેળવી હતી.
* નોકરી : નિમાઈચરણ બસુ નામના વકીલને ત્યાં મદદનીશ તરીકે, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં શિક્ષક તરીકે
* ભારતભ્રમણની વિશેષતા :
- કાશીમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ
- વૃંદાવન જતાં એક ચમારનો હોકો માગીને પીધો
- પંચમના ઘરનું પાણી પીધું
- મોચીના ઘરનું ભોજન માગીને ખાધું
- અલવરમાં મુસલમાન ભકતો મળ્યા તેમના ઘરે ભોજન કર્યું
* જાદુઈ અસર : ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ ના દિવસે હોલ ઓફ કોલંબસ તરીકે ઓળખાતા વિશાળખંડમાં ભારે દબદબાપૂર્વક વિશ્વધર્મસંમેલનનો પ્રારંભ થયો. તેમાં ભાષણ કરવાનો વિવેકાનંદનો વારો આવ્યો. તેઓ સૌપ્રથમ બોલ્યા : અમેરિકાના ભાઈઓ અને બહેનો ! ઉપસ્થિત સૌ લોકોએ પ્રચંડ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા.
* વિદેશીઓને ઘેલું લગાડયું : માર્ગારેટ એલિઝાબેથ નોબલ (ભગિની નિવેદિતા) સ્વામી વિવેકાનંદના પ્રવચનો અને બુદ્ધિ પ્રતિભાથી આકર્ષાઈને તેમનાં શિષ્યા બન્યા.
* સ્વામી વિવેકાનંદે લોકોને સંભળાવેલ રામકૃષ્ણ પરમહંસનો સંદેશો : મને મુક્તિ મળે, તેવી વાત કરવી તે પણ સ્વાર્થ છે. ભારતમાં જયાં સુધી એક પણ દુ:ખી – દરિદ્ર છે ત્યાં સુધી મારે મુક્તિ ન જોઈએ.
* સૂત્ર : જાગો, ઊઠો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો
* નિર્વિકલ્પ સમાધિ (મૃત્યુ) : ૦૪/૦૭/૧૯૦૨ રાત્રે ૯.૦૦ વાગ્યે
* બાળકોએ અને મોટેરાઓએ યાદ રાખવા જેવો પ્રસંગ :
એકવાર વર્ગમાં શિક્ષક પાઠ ચલાવતા હતા. નરેન્દ્ર અને તેના સાથી વિદ્યાર્થી મિત્રો વાતો કરવામાં મશગૂલ હતા. અચાનક શિક્ષકે ચિડાઈને નરેન્દ્રને ચાલુ પાઠમાંથી પ્રશ્ન પૂછયો. બીજા બધા જ વિદ્યાર્થી મિત્રો તો ગભરાઈ જ ગયા. પરંતુ એ બધાના આશ્ચર્ય વચ્ચે નરેન્દ્રએ બધા જ સવાલોના સાચા જવાબો આપ્યા.
ચિડાયેલા શિક્ષકે પૂછયું : તો પછી વાતો કોણ કરતું હતું ? બધા જ વિદ્યાર્થીઓએ નરેન્દ્રનું નામ આપ્યું. બધા જ સવાલોના સાચા જવાબ આપનાર નરેન્દ્ર વાતો કરતો હતો તે વાત શિક્ષક કેવી રીતે માને ? તેમણે નરેન્દ્ર સિવાય સૌને ઊભા રહેવાની સજા કરી. નરેન્દ્ર પણ ઊભો થઈ ગયો. શિક્ષકે કહ્યું તારે ઊભા રહેવાની જરૂર નથી. નરેન્દ્રએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. સાહેબ વાતો કરનાર તો હું જ હતો. મારે તો ઊભા થવું જોઈએ ને !
આમ, બધા જ વિદ્યાર્થીઓ સાથે નરેન્દ્ર પણ વર્ગમાં ઊભો રહ્યો.

સાહિત્યકારોની જન્મ, મૃત્યુતારીખ અને જન્મસ્થળ 

સાહિત્યકાર જન્મતારીખ મૃત્યુતારીખ જન્મસ્થળ
જયંત હિંમતલાલ પાઠક ૨૦/૧૦/૧૯૨૦ ૦૧/૦૯/૨૦૦૩ રાજગઢ
અલીખાન ઉસમાનખાન બલુચ ૧૯/૧૨/૧૯૨૨ ૧૫/૦૩/૧૯૮૭ પાલનપુર
રમણલાલ જેઠાલાલ જોશી ૨૨/૦૫/૧૯૨૬ ૧૦/૦૯/૨૦૦૬ હીરપુરા
પ્રિયકાન્ત પ્રેમચંદભાઈ મણિયાર ૨૪/૦૧/૧૯૨૭ ૨૫/૦૬/૧૯૭૬ વિરમગામ
બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી ૨૭/૧૧/૧૯૨૮ ૩૧/૦૮/૨૦૦૬ નડિયાદ
ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી ૨૦/૦૮/૧૯૩૨ ૨૫/૦૩/૨૦૦૬ પાલનપુર
મણિલાલ ભગવાનજી દેસાઈ ૧૯/૦૭/૧૯૩૯ ૦૪/૦૫/૧૯૬૬ ગોરગામ (વલસાડ)
રાવજી છોટાલાલ પટેલ ૧૫/૧૧/૧૯૩૯ ૧૦/૦૮/૧૯૬૮ વલ્લવપુરા (આણંદ)
મકરંદ વજેશંકર દવે ૧૩/૧૧/૧૯૨૨ ૩૧/૦૧/૨૦૦૫ ગોંડલ
રમેશ મોહનલાલ પારેખ ૨૭/૧૧/૧૯૪૦ ૧૭/૦૫/૨૦૦૬ અમરેલી


પ્રકૃતિના તત્વો

આ પ્રકૃતિના તત્વો શું રે શીખવે છે,
સાંભળો સૌ લોકો આજ ધ્યાન દઈને.
આ સરોવર આપણને શું રે શીખવે છે,
દાન દેવાથી કાંઈ ઓછું થવાનું નથી.
આ સૂરજ આપણને શું રે શીખવે છે,
અતિ ઉગ્ર બનશો તો સામે કોઈ નહિ જુએ.
આ વાદળ આપણને શું રે શીખવે છે,
મારી જેમ બીજા પર વરસી જાઓ તમે.
આ વૃક્ષ આપણને શું રે શીખવે છે,
કાયાને કષ્ટ આપી શરણાગતને શાંતિ આપો.
આ બીજ આપણને શું રે શીખવે છે,
પૃથ્વીના પડને ચીરીને બહાર આવો.
આ દરિયો આપણને શું રે શીખવે છે,
મારી જેમ સારા-ખરાબ તત્વો સમાવો તમે.

વિજ્ઞાનને લગતા સાધનો

સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન
ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન
ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
એટમોમીટર : બાષ્પદર માપક સાધન
એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
કોનોમીટર : કાલ માપક સાધન
પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન

કિલનોમીટર : ઢાળ માપક સાધન
કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
ગોનિયોમીટર : કોણ માપક સાધન
ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
બેરોમીટર : વાયુભાર માપક સાધન
માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ

નામ જન્મ મૃત્યુ
મહારાણા પ્રતાપ ૦૯/૦૫/૧૫૪૦ ૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી ૧૯/૦૨/૧૬૩૦ ૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ ૧૯/૧૧/૧૮૩૫ ૧૮૫૭
લોકમાન્ય ટિળક ૨૩/૦૭/૧૮૫૬ ૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા ૩૦/૧૦/૧૮૫૭ ૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા ૨૪/૦૯/૧૮૬૧ ૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ ૧૨/૦૧/૧૮૬૩ ૦૪/૦૭/૧૯૦૨
પંડિત સાતવળેકર ૧૯/૦૯/૧૮૬૭ ૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા ૨૮/૧૦/૧૮૬૭ ૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી ૦૨/૧૦/૧૮૬૯ ૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા ૧૮૭૦ ૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ ૧૫/૦૮/૧૮૭૨ ૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ ૩૧/૧૦/૧૮૭૫ ૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા ૧૫/૧૧/૧૮૭૫ ૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર ૨૮/૦૫/૧૮૮૩ ૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા ૦૭/૦૬/૧૮૮૮ ૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર ૦૧/૦૪/૧૮૮૯ ૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ ૧૬/૧૦/૧૮૮૯ ૧૯૫૬
ખુદીરામ બોઝ ૦૩/૧૨/૧૮૮૯ ૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર ૧૪/૦૪/૧૮૯૧ ૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ ૨૩/૦૧/૧૮૯૭ ૧૮/૦૮/૧૯
રામપ્રસાદ બિસ્મિલ ૧૧/૦૬/૧૮૯૭ ૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ ૨૬/૧૨/૧૮૯૯ ૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન ૨૨/૧૦/૧૯૦૦ ૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ૦૭/૦૭/૧૯૦૧ ૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી ૦૨/૧૦/૧૯૦૪ ૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ ૨૩/૦૭/૧૯૦૬ ૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ) ૧૯/૦૨/૧૯૦૬ ૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ ૨૮/૦૯/૧૯૦૭ ૨૩/૦૩/૧૯૩૧
બાબુ ગેનુ ૧૯૦૮ ૧૨/૧૨/૧૯૩૦
મદનલાલ ધીંગરા ૧૮/૦૯/૧૮૮૩ ૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા ૦૩/૦૩/૧૯૧૦ ૧૨/૧૦/૧૯૬૭
કેપ્ટન લક્ષ્મી ૧૦/૧૦/૧૯૧૨
પંડિત દીનદયાલ ઉપાધ્યાય ૨૫/૦૯/૧૯૧૬ ૧૧/૦૨/૧૯૬૮

 

 પરીક્ષા અને ક્રિકેટ

પરીક્ષાહોલ : ક્રિકેટ સ્ટેડિયમ
પરીક્ષાર્થી : ખેલાડી
સુપરવાઈઝર : અમ્પાયર
બોલપેન : બેટ
અઘરા પ્રશ્નો : બાઉન્સ
સાચા ઉત્તરો : ઝડપી ફટકાબાજી
કોપી કરતા પકડાવું : બોલ સાથે ચેડા કરવા
સેન્ટ્રલ સ્કોડ : આઈ.સી.સી.
લોકલ સ્કોડ : બી.સી.સી.આઈ.
પેપર કોરું મૂકવું : કલીન બોલ્ડ
બીજામાંથી ઉતારવું : કેચ આઉટ
પેપર તપાસવા : થર્ડ અમ્પાયર
આંતરિક ગુણાંકન : રિવ્યુ
માર્કશીટ : સ્કોરબોર્ડ
ડિગ્રી : મેન ઓફ ધ મેચ
નાપાસ : ટીમમાં પસંદગી ન થવી
પ્રથમ કસોટી : ક્વાટર ફાઈનલ
બીજી કસોટી : સેમી ફાઈનલ
વાર્ષિક કસોટી : ફાઈનલ.
બોર્ડમાંપ્રથમ : વિશ્વકપ

સ્ત્રીના વિવિધ રૂપ












નવોઢા : નવી પરણેલી સ્ત્રી
સૌભાગ્યવતી : જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી
વિધવા : જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી
ત્યકતા : પતિએ ત્યજી દીધેલી સ્ત્રી
શોક (સપત્ની) : પોતાના પતિની બીજી પત્ની
કમલાક્ષી : કમળ જેવા નેત્રો વાળી સ્ત્રી
મૃગનયની : હરણ જેવા નેત્રો વાળી સ્ત્રી
મદિરાક્ષી : મદિરા જેવી મોહક આંખો વાળી સ્ત્રી
ગજગામિની : હાથી જેવી ચાલ ચાલનારી સ્ત્રી
હંસગામિની : હંસ જેવી ચાલ ચાલનારી સ્ત્રી
કોકિલકંઠી : મધુર ગાઈ શકે તેવી સ્ત્રી
કાકવંધ્યા : એકજ વાર ફળનારી સ્ત્રી
જનાનો : ઓઝલમાં રહેતો સ્ત્રીવર્ગ
વનળા : ભાયડા કે હીજડા જેવી સ્ત્રી
વાંઝણી : એકપણ સંતાન વગરની સ્ત્રી
અખોવન : જેનું એકપણ સંતાન મૃત્યુ પામ્યું ન હોય તેવી સ્ત્રી
અભિસારિકા : સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી
વિપ્રબલબ્ધા : પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી
વિરહોત્કંઠા : પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી
સ્વાધીનપતિકા : પતિને સ્વાધિન રાખનારી સ્ત્રી
પ્રોષીતભતૃકા : જેનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી
કલહાંતરિતા : પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી
ખંડિતા : પતિ (પ્રીતમ) સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી
વાસકસજ્જા : પ્રીતમના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી

આઠ પ્રકારના વિવાહ

૧. બ્રહ્મ વિવાહ: પોતાની જ્ઞાતિમાં દહેજ ઈચ્છા મુજબ આપી કરાતાં વિવાહ
૨. દૈવ વિવાહ: યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ
૩. પ્રાજાપત્ય વિવાહ: દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે કરાતાં વિવાહ
૪. આર્ષ વિવાહ: એક જોડી ગાય અને બળદ આપીને થતાં વિવાહ
૫. ગાંધર્વ વિવાહ: કન્યા સાથે વરની ઈચ્છા મુજબના વિવાહ
૬. આસુર વિવાહ: કન્યાના પિતાને પૈસા આપીને થતાં વિવાહ
૭. રાક્ષસ વિવાહ: કન્યાનું અપહરણ કરી તેની ઈચ્છા વિરુદ્ધ કરાતાં વિવાહ
૮. પિશાચ વિવાહ: કન્યાને નશાયુકત પદાર્થ પિવડાવી તેમજ નિદ્રાધીન અવસ્થામાં શારીરિક સંબંધ બાંધીને કરાતાં વિવાહ

બાર પ્રકારના મેઘ (બારે મેઘ ખાંગા થયા)

૧. ફરફર : માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ
૨. છાંટા : ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ
૩. ફોરાં : છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ
૪. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે
૫. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ
૬. નેવાંધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ
૭. મોલ – મે : ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ
૮. અનરાધાર : છાંટા કે ફોરા એકબીજાને અડી જાય, જાણે ધાર પડતી લાગે એવો વરસાદ
૯. મુશળધાર કે સુપડાધાર : બે ચાર ધારા ભેગી થઇને એકધારી વરસતી રહે તેવો વરસાદ. જાણે સુપડામાંથી પાણી પડતું લાગે.
૧૦. ઢેફા ભાંગ : ખેડેલા ખેતરોની માટીના ઢેફાને ભાંગે એવો વરસાદ આને વાવણી જોગ પણ કહેવાય.
૧૧. પાણ – મે : ખેતરના કયારાઓ પાણીથી ભરાઈ જાય. પાણી જમીનમાં ઉતરે કૂવાની સપાટી ઉંચી આવે.
૧૨. હેલી : આ ૧૧ પ્રકારના વરસાદનું મિશ્રણ વરસ્યા કરે. અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેને હેલી વરસી એવું કહેવાય છે.
આ બારે પ્રકારના મેઘ એક સામટા વરસે ત્યારે કહેવાય, બારે મેઘ ખાંગા થયા.